Gujarat

ડૉ. ઋત્વિક વોરાનું દિલ્હીમાં અભિનેત્રી મહિમા ચૌધરીના હસ્તે સન્માન,પંચાંગશાસ્ત્ર અને વૈદિક જ્યોતિષ પર જ્ઞાન રજૂ કર્યું

અમદાવાદના જ્યોતિષાચાર્ય ડૉ. ઋત્વિક વોરાનું દિલ્હીમાં અભિનેત્રી મહિમા ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. દક્ષિણ ભારતીય નક્ષત્ર પદ્ધતિ, પંચાંગશાસ્ત્ર અને વૈદિક જ્યોતિષના અભ્યાસ બદલ તેમને આ સન્માન મળ્યું.15 અને 16 નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં શુદ્ર ઇવેન્ટ્સે બે દિવસીય સેમિનાર અને સન્માન સમારોહ યોજ્યો હતો. તેમાં દેશ-વિદેશના મહાનુભાવો, વિદ્વાનો અને જ્યોતિષવિદ્યાના જાણકારો હાજર રહ્યા હતા.

સેમિનારમાં ડૉ. વોરાએ દક્ષિણ ભારતીય નક્ષત્ર પદ્ધતિ, પંચાંગની વિશેષતાઓ અને વૈદિક જ્યોતિષના વ્યવહારુ તથા શાસ્ત્રીય પાસાઓ વિશે પોતાનું જ્ઞાન અને અનુભવ રજૂ કર્યા હતા. તેમની રજૂઆતને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી.ડૉ. વોરા અનેક વર્ષોથી આ વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પરંપરાગત જ્યોતિષવિદ્યાને તર્કસંગત અભિગમ અને સંશોધન સાથે જોડીને આ જ્ઞાન વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.