જામનગરની યુવતીઓમાં આજકાલ વ્યક્તિચિત્ર મહેંદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બ્રાઇડલ મહેંદીમાં કન્યા પોતાની જિંદગીની યાદગાર પળો અને અંગત કહાનીને હાથ પર કંડારાવવાનું પસંદ કરી રહી છે.તેમ જામનગરની મહેંદી આર્ટિસ્ટ સાક્ષી જૈન જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે
બ્રાઇડલ મહેંદીમાં હવે માત્ર પરંપરાગત ફૂલ-વેલની ડિઝાઇન જ નહીં, પરંતુ વરમાળા, લાડલી, વરરાજા-કન્યાની આકૃતિ અને લગ્નજીવનની ખાસ પળોને પણ સ્થાન મળી રહ્યું છે. કન્યા પોતાની અંગત સ્ટોરીને મહેંદી મારફતે રજૂ કરાવે છે. આ ઉપરાંત મોર, હાથી અને કમળ જેવા પરંપરાગત ફિગર પણ બ્રાઇડલ મહેંદીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વ્યક્તિચિત્ર મહેંદીમાં ઝીણવટભરી કારીગરીથી આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે.
બીજી તરફ, સાદગી પસંદ કરતી મહિલાઓ અને યુવતીઓમાં કાંડા સુધીની મિનિમમ મહેંદીનો ક્રેઝ પણ વધ્યો છે. ઓછા વિસ્તારમાં આકર્ષક ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મોર, હાથી અને કમળના ફિગરને પસંદ કરવામાં આવે છે. આમ, એક તરફ બ્રાઇડલ મહેંદીમાં પોતાની કહાની કંડારવાનો ટ્રેન્ડ છે, તો બીજી તરફ મિનિમમ મહેંદી દ્વારા સાદગીભર્યા શણગારની પસંદગી વધી રહી છે.

