જામનગરના 78 વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા દિવાળી પર્વ અને નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી હતી.

ચિંતન ત્રિવેદીના સુરીલા સ્વરે સંગીતમય માહોલ સર્જાયો સ્નેહમિલન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા કલાકાર ચિંતન ત્રિવેદીનો સંગીત કાર્યક્રમ રહ્યો હતો. તેમણે પોતાના સુરીલા સ્વરે વિવિધ ભજનો અને લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ કરી હતી. તેમની સંગીતમય રજૂઆતથી કાર્યક્રમ સ્થળે ભક્તિમય અને આનંદમય માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત લોકોએ પણ સંગીતની મોજ માણી હતી.

સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો જોડાયા હતા. સંગીત, સ્નેહ અને શુભેચ્છાઓના સંગમ સમાન આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી સાથે યોજાયેલા આ સ્નેહમિલનથી ઉપસ્થિત લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


