Gujarat

વાડી અને નેસ વિસ્તારમાં પાણીના ટેન્કર શરૂ કરવાની રજૂઆત

જામનગર કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવા હાજર રહ્યા હતા. તેમણે મતવિસ્તારના પ્રાથમિક સુવિધાઓ અને પાયાના પ્રશ્નો અંગે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

હેમત ખવાએ ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે મતવિસ્તારના અંતરિયાળ વાડી અને નેસ વિસ્તારોમાં રહેતા પરિવારોને પીવાના પાણીની સમસ્યા ન પડે તે જરૂરી છે.

આ વિસ્તારોમાં તાત્કાલિક પાણીના ટેન્કર શરૂ કરવા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરવા તેમણે અધિકારીઓને રજૂઆત કરી હતી.