Gujarat

દરિયાપુરમાં પત્નીની ગેરહાજરીમાં પતિ અન્ય યુવતીને ઘરે લાવતો

શહેરના દરીયાપુર વિસ્તારમાં રહેતી પરણિતાના પતિએ લગ્ન બાદ મારઝુડ કરતો હતો. બે દીકરાના જન્મ બાદ યુવતી સરસપુરમાં મકાનમાં પતિ સાથે રહેતી હતી ત્યારે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવતીએ પતિને રંગે હાથ પકડવા ઘરમાં CCTV કેમેરા લગાવી દીધા અને બાદમાં અન્ય મહિલાને ઘરે લાવતી હોવાના CCTV ફૂટેજ બતાવવામાં આવતા આ બાબતે કોઈને જાણ ન કરવા કહ્યું હતું. સાસરી પક્ષના અને વડીલો દ્વારા આ બાબતે સમજાવવા છતાં મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિના અન્ય યુવતી સાથે સંબંધની પત્નીને જાણ થઈ શહેરના દરીયાપુર વિસ્તારમાં 27 વર્ષીય યુવતી રહે છે 2017માં તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની સાથે તેમના બે દિયર પણ રહેતા હતા. વર્ષ 2020માં એક દીકરાનો જન્મ થયો હતો ત્યારબાદ બેથી ત્રણ વખત પતિએ કારણ વગર મારઝુડ કરી હતી. પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાની જાણ થતા દીકરાને લઈને યુવતી તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી અને કોર્ટમાં અરજી કરી હતી. જો કે સંબંધીઓએ સમાધાન કરાવતા અરજી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ સરસપુર વિસ્તારમાં એક મકાન ખરીદવામાં આવ્યું હતું જે મકાનમાં પતિ સાથે રહેવા માટે ગઈ હતી.

પતિ અન્ય સ્ત્રીને ઘરે લઈ આવતો, CCTVમાં કેદ થયું સરસપુર ખાતેના મકાનમાં તેઓ રહેતા હતા ત્યારે પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા બાબતે બોલાચાલી થતી હતી અને મહિલાને માર માર્યો હતો. કોઈપણ બહાનું કરી અને યુવતીને સરસપુર વાળા મકાને રહેવા ના પાડતો હતો અને માતાના ઘરે મૂકી જતો હતો. પતિ પર શંકા જતા તેણે ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. જેમાં પતિ કોઈ અન્ય સ્ત્રીને જાણ બહાર ઘરે લાવતો હોવાનું કેદ થયું હતું.