કાલોલ નગર અને તાલુકાના ભાજપ પરિવારનો સ્નેહમિલન સમારોહ ગેગડીયા ચોકડી ખાતે યોજાયો. કાલોલ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં તાજેતરમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અને અગ્રણી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ તથા તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. સંગઠનના અન્ય વરિષ્ઠ હોદ્દેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં કાલોલ તાલુકાના વિવિધ ગામોના સરપંચો, ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત સભ્યોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે સંગઠનની એકતા, ભાઈચારો અને પરસ્પર સહકાર સાથે લોકહિતનાં કામોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

