કાલાવડ તાલુકાના માખા કરોડ ગામે 103 વર્ષીય રામુબેન ભીખાભાઈ તારપરાની અંતિમ યાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ રાસ-કીર્તન ગાઈને અને અબીલ-ગુલાલ ઉડાડીને તેમને વિદાય આપી હતી.

અંતિમ યાત્રાના સમગ્ર માર્ગ પર સ્વજનો અબીલ-ગુલાલ ઉડાડતા રહ્યા હતા. રાસ-કીર્તન સાથે નીકળેલી યાત્રામાં માખા કરોડના ગ્રામજનો પણ જોડાયા હતા. આ રીતે અપાયેલી વિદાય લેઉવા પટેલ સમાજમાં ચર્ચાનો વિષય બની હતી.

રામુબેનના નિધનથી પરિવારજનો અને ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. તેમણે 103 વર્ષના જીવનમાં પરિવાર સાથે અનેક યાદગાર ક્ષણો વિતાવી હતી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ રામુબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

