રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે જાહેરનામાની કડક અમલવારી ફરી એક વખત શરૂ કરાવવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત શહેરના અલગ અલગ પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા 5 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક વિરુધ્ધ નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પુરી આપવા બદલ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ દ્વારા શીતલ પાર્ક ચોક પાસે આવેલ ન્યારાના પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈએ પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુધ્ધ BNS કલમ 223 મુજબ અને પેટ્રોલ પૂરાવનાર મોરબીના નિશિત મહેતા નામના યુવાન સામે એમ.વી.એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં યુનિવર્સીટી પોલીસ દ્વારા કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર એક્સેસ વાહન લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન નરેશભાઈ શીલુ દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક ઉદય ગોસ્વામી વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

