Gujarat

સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરમાં નોનવેજ વેચાણનો મામલો

સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરમાં નોનવેજ વેચાણનો મામલે હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ દ્વારા નોનવેજ વેચાણના જાહેરનામાને રદ્દ કરતા સિંગલ જજના હુકમ ઉપર 16 ડિસેમ્બર સુધી સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે. આ કેસમાં આગામી 16 ડિસેમ્બરે સુનાવણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબરની સુનાવણીમાં ડબલ જજની બેન્ચ દ્વારા દિવાળીના તહેવારમાં શ્રદ્ધાળુની મોટી સંખ્યામાં મંદિર મુલાકાતને ધ્યાને રાખીને 25 નવેમ્બર સુધી સિંગલ જજના હુકમ ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો.

6 રેસ્ટોરંટના માલિકે જાહેરનામને પડકાર્યું હતું સોમનાથના 06 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજે આ અરજી ઉપર ચુકાદો આપતાં સરકારી જાહેરનામાને રદ્દ કરી નાખ્યું હતું. જેથી રાજ્ય સરકારે સિંગલ જજના હુકમ સામે ડબલ જજની બેન્ચ સમક્ષ અરજી કરી હતી.

16 ડિસેમ્બરે વધુ સુનાવણી યોજાશે 30 ઓક્ટોબરે ડબલ જજની બેન્ચે દિવાળીમાં સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને સિંગલ જજના હુકમ ઉપર 25 નવેમ્બર સુધી સ્ટે આપ્યો હતો.

જેની સામે રેસ્ટોરન્ટ માલિકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે તેઓને કોઈ રાહત આપી નહોતી અને હાઇકોર્ટને આ અપીલ 02 મહિના ચલાવીને પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટે આ અપીલ ઉપર 16 ડિસેમ્બરે સુનાવણી રાખી છે. ત્યાં સુધી સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરની ત્રિજ્યામાં નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ યથાવત રહેશે.