Gujarat

રાધનપુરમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

રાધનપુરમાં યુવતીનું અપહરણ કરીને ભાભર અને રાધનપુરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરવાનો 2 શખ્સો પર આરોપ લાગ્યો છે. વીડિયો વાયરલ કરવાની અને યુવતી તથા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બાદ રાધનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને ભાભરના રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ કરાયું ફરિયાદ મુજબ, રાધનપુરમાં રહેતા રવિ માજીરાણાએ યુવતી સાથે મિત્રતા કરી હતી અને 25 મે, 2026ની સાંજે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી, જેનો યુવતીએ ઇનકાર કર્યો હતો. 26 મે, 2026ના રોજ બપોરે રવિ યુવતીને બળજબરીથી ભાભર ત્રણ રસ્તા પાસેના રૂમમાં લઈ ગયો હતો અને ગોંધી રાખી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

રાધનપુરના ઘરે ગોંધી રાખી બીજા શખ્સે દુષ્કર્મ કર્યું ફરિયાદમાં જણાવ્યા મુજબ, બીજા દિવસે રવિ યુવતીને રાધનપુરમાં પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં ગોંધી રાખી હતી. આ દરમિયાન રાધનપુરમાં રહેતા બીજા આરોપી રાજ માજીરાણાએ યુવતી સાથે અડપલાં કર્યા હતા, તેમજ પોતાના દીકરા સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

વીડિયો વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી અપાઈ આરોપીઓએ યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. રવિએ પોલીસને જાણ કરશે તો યુવતી અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.