મલેશિયાની યુનિવર્સિટી પેન્ડિદિકન સુલતાન ઇદ્રિસ (UPSI) દ્વારા આયોજિત ગ્લોબલ એજ્યુકેટર એવોર્ડ (GEA) 2026 અંતર્ગત ‘ઇન્સ્પાયરિંગ એજ્યુકેશનલ લીડર એવોર્ડ’ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા (NISV)ના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલને એનાયત કરવામાં આવ્યો છે.
એવોર્ડમાં ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને 5000 US ડોલરની રિસર્ચ ગ્રાન્ટ GEA 2026 માટે 83 દેશોમાંથી 472 નોમિનેશન પ્રાપ્ત થયા હતા, જેમાંથી આંતરરાષ્ટ્રીય નિર્ણાયક સમિતિ દ્વારા 10 એવોર્ડ શ્રેણીઓમાં 11 દેશોના માત્ર 26 ફાઇનલિસ્ટની પસંદગી કરવામાં આવી હતી.
આ સન્માન કશ્મીરા જયસ્વાલને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. એવોર્ડમાં એક સુંદર ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને 5000 US ડોલરની રિસર્ચ ગ્રાન્ટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ NISVના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિકાસ માટે કરવામાં આવશે.
23 વર્ષથી વધુના શિક્ષણ અનુભવ સાથે કશ્મીરા જયસ્વાલે NISVને નવીનતા, મૂલ્યો અને વૈશ્વિક જોડાણના કેન્દ્ર તરીકે આગળ ધપાવી છે. ફુલબ્રાઇટ ILEP ફેલો, CBSE પ્રમાણિત ટ્રેનર, માઇક્રોસોફ્ટ ઇનોવેટિવ એજ્યુકેટર એક્સપર્ટ (MIEE) તેમજ ‘શિક્ષણ અને શાળા નેતૃત્વમાં શ્રેષ્ઠતા માટે CBSE સન્માન 2022’ના પ્રાપ્તકર્તા એવા તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત શૈક્ષણિક નેતા તરીકે ઓળખાય છે.
એવોર્ડ NISV પરિવારના દરેક બાળક, શિક્ષક અને વાલીનો નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલે જણાવ્યું હતું કે, આ એવોર્ડ NISV પરિવારના દરેક બાળક, શિક્ષક અને વાલીનો છે. હું એ વિશ્વાસ સાથે પાછી ફરી છું કે, સાચી શ્રેષ્ઠતા તો વડોદરામાં મારી કર્મભૂમિ NISVમાં દરરોજ હાજર છે.

