સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મહોત્સવમાં લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સંબોધનમાં કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા સમાજના લોકોને એક મંચ પર આવી સંગઠિત થવાની વાત કરી હતી, ત્યારબાદ ધારાસભ્ય હાર્દિક પટેલે સામાજિક એકતા અંગેનું ગ્રાફિક્સ શેર કરતાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
પ્રફુલ પટેલે ત્રણેય સમાજને સંગઠિત થવા હાકલ કરી હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવમાં અર્બુદા માતાજી, ખોડલ માતાજી અને ઉમિયા માતાજીને કેન્દ્રમાં રાખીને સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના સંબોધનમાં કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા સમાજના લોકોને એક મંચ પર આવી સંગઠિત થવાની વાત કરી હતી.

હાર્દિક પટેલે ગ્રાફિક્સ શેર કરતાં સોશિયલ મીડિયામાં ચર્ચા અર્બુદા મહોત્સવના ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય હાર્દિક પટેલે સામાજિક એકતા અંગેનું ગ્રાફિક્સ શેર કરતાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હાલ કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા સમાજ વચ્ચે એકતા અને સંગઠન અંગે ચર્ચા થઈ રહી છે, તેમજ હાર્દિક પટેલે ગ્રાફિક્સ શેર કરતાં સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.

