ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાશે. પરીક્ષાની તૈયારી માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પરીક્ષાના આયોજન અંગે ચર્ચા થઈ હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠકમાં સીસીટીવી કેમેરાની ચકાસણી, જાહેરનામું બહાર પાડવું, જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ, સ્થળ સંચાલકોની નિમણૂક અને પોલીસ બંદોબસ્ત અંગે ચર્ચા થઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર વીજળી અને આરોગ્ય સારવારની વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચાએ પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને તાલીમ આપવાની અને પરીક્ષાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવાની વ્યવસ્થા વિશે માહિતી આપી હતી. તેમણે પરીક્ષાના સંચાલન માટેની રૂપરેખા પણ રજૂ કરી હતી.

