Gujarat

મટોડામાં ઘરમાંથી કોડેઈનવાળી કફ સિરપની 7 બોટલ મળી

ચાંગોદર પોલીસે સાણંદ તાલુકાના મટોડા ગામે રહેણાક મકાનમાં દરોડો પાડી કોડેઈનવાળી કફ સિરપની 7 બોટલ કબજે કરી છે. પોલીસે 72 વર્ષીય બાબુભાઈ પોપટભાઈ ચુનારાની ધરપકડ કરી છે. હેલો ઉર્ફે જીતુ દેવશીભાઈ ચુનારા વોન્ટેડ છે. ચાંગોદર પોલીસ સ્ટેશનના અ.હે.કો. જયવીરસિંહ મહોબતસિંહ (બ.નં. 801)ને બાતમી મળી હતી કે મટોડા ગામના ચુનારાવાસ મોટુફળીમાં રહેતો બાબુભાઈ પોતાના ઘરમાં કફ સિરપની બોટલો રાખીને ઊંચા ભાવે વેચે છે.

પોલીસે ઘરની તપાસ કરતાં 100 એમ.એલ.ની 7 બોટલ મળી હતી. કુલ જથ્થો 700 એમ.એલ. અને કિંમત રૂ. 1,386 છે. પોલીસે કફ સિરપ કબજે કરીને બાબુભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબુ ચુનારા, મટોડા ગામના ચુનારાવાસ મોટુફળી, તાલુકો સાણંદ, અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. વોન્ટેડ હેલો ઉર્ફે જીતુ દેવશીભાઈ ચુનારા મોટો ચુનારાવાસ, મટોડા ગામનો રહેવાસી છે. તપાસમાં અન્ય કોઈનાં નામ ખૂલશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.