રાજકોટ
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા એફોર્ડેબલ મેડિસિન્સ એન્ડ રિલાયેબલ ઈમ્પ્લાન્ટ્સ ફોર ટ્રીટમેન્ટ કે જેને ટૂંકમાં અમ્રિત એટલે અમૃત નામ આપવામાં આવ્યું છે તે સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ એઈમ્સની સાથે જ નવું ફાર્મા સ્ટોર સ્થાપવામાં આવશે જ્યાં કેન્સર અને હૃદયના દર્દીઓ માટે ખાસ પ્રકારની દવાઓ મળશે. કેન્સરમાં કિમોથેરાપીમાં વપરાતી દવાઓ અને ઈન્જેક્શન કે જેનો ભાવ ૧૩૦૦૦ રૂપિયા હોય છે તે માત્ર ૮૮૮માં મળશે આવી રીતે ઘણા બ્રાન્ડેડ ડ્રગ્સના ભાવમાં ૫૦થી ૯૩ ટકા સુધીનો ભાવ ઘટાડો રહેશે. આ ઉપરાંત ઈમ્પ્લાન્ટસ પણ સસ્તા ભાવે મળી રહે તેની જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે તેને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે અને તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જાે કોઇ દર્દી તે ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણા બધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું પણ વેઇટિંગ લોન્જમાં સારી એવી બેઠક વ્યવસ્થા હશે.રાજકોટ એઈમ્સમાં ર્ંઁડ્ઢ એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે બુધવારે નોન એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂક પામેલા ૧૭ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનીયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તબીબો પૂરતા ફર્નિચર સાથે કામ કરવા તૈયાર થયા છે. હવે આવતીકાલે એઈમ્સના ડાયરેક્ટર શ્રમદિપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મુકશે અને ત્યારબાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. જાેકે ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ નોન એકેડેમિક સિનીયર રેસિડેન્ટ ડોક્ટરની આશરે ૨૦ જેટલી ભરતી માટે ઈન્ટરવ્યૂ પાછલા અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ કોલેજના આશરે ૫૦થી વધુ સ્ડ્ઢ અને સ્જી ડોક્ટર ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી રાજકોટ એઈમ્સના અલગ અલગ ડીપાર્ટમેન્ટ માટે કુલ ૧૭ ઉમેદવારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર ૧૦ રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જાે દાખલ થવાની નોબત આવે તો માત્ર ૩૭૫ રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.૩૫ પ્રતિદિન રહેશે.ગુજરાતની પ્રથમ એઇમ્સમાં આવતીકાલથી ઓપીડી શરૂ કરવા ર્નિણય કરવામાં આવ્યો છે. ૩૧ ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એઈમ્સનું સમયસર કામ પૂરું કરી દેવા માટે વારંવાર તાકિદ કરવામા આવી હતી. આમ છતા કામગીરી અધૂરી રહી છે અને પૂરતા સાધન પણ આવ્યા નથી. આમ છતા એઈમ્સમાં પાંચ વિભાગના તબીબો દ્વારા આવતીકાલથી ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘર આંગણે જ જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને એઈમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરાશે. આ કારણે અત્યારે બીપીએલ કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલમાં હડધૂત થતા લોકોને સારી સારવાર મળી રહેશે.
