Gujarat

સુરતના ડિંડોલીમાં દારૂ પી અસામાજિક તત્વો દ્વારા ૪ લોકોને માર્યા

સુરત
સુરતના ડિંડોલીના રામી પાર્ક સોસાયટીના ગેટ પર રાત્રે લગભગ ૧૧ વાગ્યા બાદ સોસાયટીના ગેટ બહાર ભારે હોબાળો થતા આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ કેટલાક અજાણ્યા ઈસમો ગેટ બહાર અસ્ત્રી ઘર ચલાવતા પિતા-પુત્રને મારતા જાેઈ બચાવવા જતા એમની સાથે પણ અસામાજિક તત્વોએ મારા મારી કરી લાકડીના ફટકા સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હર્તો મોડી રાત્રે થયેલા આ હુમલામાં ત્રણથી ચાર યુવાનોને ગંભીર ઇજા થઈ છે. પોલીસને જાણ કરાઈ બાદ પણ પોલીસ સમયસર ન આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. અસામાજિક તત્વોએ કરેલી બબાલથી રાત્રી કર્ફ્‌યૂ અને પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. જાેકે મારામારીની આખી ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ જતા હવે પોલીસ કોઈ ઉકેલ લાવે એવી આશા વ્યક્ત સ્થાનિકો દ્વારા કરાઈ છે.સુરતના ડિંડોલીના રામી પાર્ક સોસાયટીના ગેટ પર દારૂડિયાઓએ પિતા-પુત્ર સહિત અનેકને જાહેરમાં ફટકારી આતંક ઉભો કરતા હોવાનો કિસ્સો ફરી એક વખત ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગયો છે. એટલું જ નહીં પણ અસામાજિક તત્વો જે યુવક સાથે બેસીને દારૂ પી અને તેનો પરિવાર વિરોધ કરે તેને જ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ગુરુવારની મોડીરાત્રે થયેલી બબાલ બાદ સવારે દોડી આવેલી પોલીસ એકને પકડી ગઈ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. જાેકે હુમલો કરનાર અસામાજિક તત્વો ક્યાંના છે. કોણ છે અને ક્યારથી સોસાયટીના ગેટ પાસેના ઘરમાં દારૂની પાર્ટીઓ કરતા આવ્યા છે. એ બાબત પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે.

Alcoholics-terrorize-many-including-father-and-son-in-public.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *