Gujarat

૧૬ વર્ષની સગીરા પ્રેમમાં ભાન ભૂલેલી તેનું કાઉન્સેલિંગ કરાયું

અમદાવાદ
સગીરા પ્રેમમાં એટલી અંધ બની હતી કે તેના માતા પિતાની સાથે મનફાવે તેવું વર્તન કરવા લાગી હતી. જેથી માતા પિતાના ઠપકાને પણ તે ગણકારતી નહોતી અને ઉપરથી તેમને ધાક ધમકી આપતી હતી. આ જાણીને અભયમની ટીમે સગીરાને કાઉન્સેલિંગ દરમિયાન સમજાવ્યું હતું કે, હાલ આ ઉંમરમાં ભવિષ્ય વિશે વિચાર કરવાનો હોય અને પ્રેમમાં પડવાની આ ઉંમર નથી. બીજી તરફ સગીરાના પ્રેમીને પણ બોલાવીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે એક કલાક સુધી બંને સગીરોનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં બંને જણાને પોતાની ભુલ સમજાઈ હતી. બંને જણાએ એકબીજા સાથે સંબંધ નહીં રાખવાની અને ભવિષ્ય બનાવવામાં ધ્યાન આપવાની બાંહેધરી આપી હતી. આ રીતે નાની ઉંમરમાં પ્રેમના નામે પોતાના ભવિષ્યને બરબાદ કરી રહેલાં સગીરોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.અમદાવાદમાં અભયમ મહિલા હેલ્પલાઈનને પ્રેમને કારણે પરિવાર અને કપલ વચ્ચે થતા વિવાદો ઉકેલવા માટે અનેક પ્રકારના કોલ મળતાં હોય છે. ત્યારે એક કોલ એવો મળ્યો હતો કે પરિવારમાં સગીર વયની દીકરીને પ્રેમ થતાં તેના પ્રેમી સાથે આખો દિવસ માત્ર ફોન પર વાતો કર્યા કરતી હતી. માતા પિતા તેને ઠપકો આપે તો તે સામે માતા પિતાને ધાક ધમકીઓ આપતી હતી. એટલું જ નહીં માતા પિતાની સાથે ક્યાંય બહાર ફરવા પણ જતી ન હતી. દીકરીના આવા વર્તનથી કંટાળેલા માતા પિતાએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ ઘટના સ્થળે આવીને સગીરા અને તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં બંને સગીર પ્રેમીઓને પોતાની ભૂલ સમજાતા બંનેએ પ્રેમ સંબંધ નહીં રાખવા તથા સારૂ ભવિષ્ય બનાવવા મહેનત કરવાની બાંહેધરી આપી હતી. આ રીતે હેલ્પલાઈનની ટીમે બંને સગીરના બગડી રહેલા ભવિષ્યને બચાવી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *