અમદાવાદ
ફેમિલી કોર્ટ બાર એસોસિયેશનમાં ૩૦૮ મતદારો પૈકી ૨૨૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. ચુંટણીને લઇ વકીલોના બે જૂથ વચ્ચે ભારે ઉત્તેજના સાથે મતદાન થયું હતું. જેમાં પ્રમુખ પદે વિજેતા થયેલા હર્નિશ રાવને ૧૮૫, ઉપ પ્રમુખ તરીકે જીતેલા ૈં.સ્ ખોખરને ૧૬૬, સેક્રેટરી તરીકે પ્રજ્ઞાબેન વ્યાસને ૧૮૭ મત મળ્યા છે, જેઓ છેલ્લી ટર્મમાં લાઈબ્રેરી સેક્રેટરી હતા. જાેઇન્ટ સેક્રેટરી તરીકે રાઠોડ મેઘના બેનને ૧૭૫ મત મળ્યા છે, જેઓ છેલ્લી ટર્મમાં કમિટી સભ્ય હતા. જ્યારે ખજાનચી તરીકે ફિરોઝા ખોખરને ૧૮૭ મત મળ્યા છે, જેઓ છેલ્લી ટર્મમાં જાેઈન્ટ સેક્રેટરી હતા. જ્યારે લેબોરેટરી તરીકે નવા ઉમેદવાર કુણાલ પરમારે ૧૬૦ મતથી જીત મેળવી છે. કમિટીની કુલ છ બેઠકો પર ૧૬ ઉમેદવારમાંથી પટેલ નયનાબેન, પટેલ રેશમાબેન, મીરા પાઠક, વર્ષા રાજપૂત અને કિશોર સોનેજીએ જીત મેળવી છે. ચૂંટણી માટે ૨૨૦ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે આ ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. જેમાં છેલ્લી ટર્મમાં હોદ્દા પર રહેલા ઉમેદવારોએ જીત મેળવી છે.અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે ગુરૂવારે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ૨ ઉમેદવારો, ઉપપ્રમુખ માટે ૪ ઉમેદવાર, સેક્રેટરી પદ માટે, જાેઇન્ટ સેક્રેટરી પદ માટે ૨ ઉમેદવાર, ખજાનચી માટે, લાઇબ્રેરી સેક્રેટરી માટે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવ્યું હતું. સાથે સાથે ૬ કમીટી મેમ્બર માટે ૧૬ ઉમેદવારોએ પણ આ ચૂંટણી લડી હતી. જેમાં છેલ્લી ટર્મમાં હોદ્દા પર રહેલા ઉમેદવારોએ જીત મેળવી છે.
