Gujarat

જાફરાબાદ થી શિકોતર માતાજીના મંદિર સુધી પુલ બનાવવા અંગે બેઠક યોજાઈ

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

જાફરાબાદથી શિકોતર માતાજીના મંદિરે જવા માટે ભાવિકો ખુબજ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આ બાબતે કોળી સમાજ યુવાનો ની અગત્યની બેઠક મળી હતી જેમાં માતાજીના મંદિરે જવા માટે પુલ બનાવવાની તાત્કાલિક જરૂરીયાત હોવાથી યુવાનો દ્વારા વિકાસની કેડી કંડારવા માટે આહવાન કરવામાં આવ્યુ જાફરાબાદ થી શિકોતર મંદિર જવા માટે રસ્તામાં આવેલ પુલનું કામ કરવા માટે જાફરાબાદ કોળી સમાજ પટેલ મનહરભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી જેમાં કોળી સમાજના યુવાનો દ્વારા વિકાસ અને પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં શિકોતર માતાજીના મંદિરે જવાનોએ પુલ બનાવવા માટે કોળી સમાજ યુવાનો એ યથા શક્તિ પ્રમાણે દાન આપ્યુ હતું
સિકોતર માતાજીના મંદિર તરફ જવા માટે પુલના કન્ટ્રક્શન નું કામ ચાલુ હોય ત્યારે કોળી સમાજ પટેલ શ્રી મનહરભાઈ, તથા પંચ પટેલ સભ્યો સાથે ખારવા સમાજના પટેલ શ્રી નારણભાઈ.નરેશભાઈ, પંચ પટેલ શ્રી ઓ (સભ્યો) રામજીભાઈ.બિપિનભાઈ, ખારવા સમાજ રામદેવપીર મહિલા મંડળ પ્રમુખ માલીબેન સાથે છનીબેન ખારવા સમાજ દ્વારાઅ અંકે એક લાખ વીસ હજાર એક (૧૨૦૦૦૧/-) કોળી સમાજ દ્વારા ત્રેપન હજાર એક (૫૩૦૦૧/-)આ રૂપિયા બજરંગ મહિલા મંડળ પ્રમુખ નાનીબેન કાનજીભાઈ સોલંકી ને અર્પણ કરેલ છે
2 Attachments

IMG-20220104-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *