Gujarat

જેતપુરમાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ ન થાય તો જ નવાઈ!

તંત્ર કડક સૂચનાઓ-આદેશો જાહેર કર્યા કરે, પણ ચારે તરફ નિયમોનો સરેઆમ ઉલાળીયો..
જેતપુર પંથકમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ એસટી ખાતે બેદરાકરીના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં મુસાફરો તેમજ એસટી સ્ટાફના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે.તેમજ એસટીની કેન્ટિન સંચાલકોએ પણ માસ્ક પહેર્યા નોતા એક તરફ સરકાર સાવચેતી માટે સૂચના આપે છે. અને સરકારી તંત્રની જ બેદરકારી સામે આવી રહી છે..
જેતપુર પંચાયતોની ચૂંટણી પત્યા પછી કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને સરકારી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા ફરીથી માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, હાથ સેનેટાઈઝ કરો જેવી સુણીયાલી સલાહ આપે છે અને નિયમોનો અમલ નહીં કરનારા સામે ચૂંટણી સમયે ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર દંડ ફટકારવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી રહી છે. પણ આ તમામ બાબતો સાથે જેતપુરમાં જાહેર સ્થળો પર સરકારી તંત્ર, દ્વારા કોઈ કરતા કોઈ કામગીરી થઈ રહી હોય તેમ જણાતું નથી. જેતપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર તો જાણે કોરોના જેવું કાંઈ છે જ નહીં તેમ માણસોની ભીડનો જમાવડો થાય છે. એસ.ટી. તંત્ર દ્વારા નથી સેનેટાઈઝીંગની કોઈ સુવિધા કે નથી ટેમ્પરેચર માપવાની સુવિધા.!! અહીં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે કોઈ બંદોબસ્ત નથી. મોટાભાગના લોકો તો ઠીક પણ ડ્રાયવર, કન્ડક્ટર પણ માસ્ક વગર જોવા મળે છે. બસ સ્ટેન્ડમાં કોઈપણ પ્રકારની ચેકીંગ વ્યવસ્થા કે નિયમોનું પાલન કરાવવા માટેની વ્યવસ્થા જ નથી.! આવી ચિંતાજનક સ્થિતિના કારણે જેતપુરમાં કોરોનાના કેસોમાં વધારો જ થાયને તેવું દૃશ્યો જોનારા નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220105-WA0163.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *