International

કઝાકિસ્તાનની સરકારે રાજીનામુ આપ્યું, ઈમરજન્સી લાગુ કરાઈ

,ક્ઝારીસ્તાન
દેશમાં વર્તમાન પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. વિરોધીઓના વધતા દબાણને જાેતા, સ્થાનિક પ્રશાસને કેટલાક સ્થળોએ ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું અને દેશના મોટા ભાગોમાં કેટલીક મેસેજિંગ એપ્સને પણ બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રપતિના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અલ્માટી અને માંગિસ્ટાઉ પ્રદેશોમાં જાહેર સુરક્ષા, ખાસ કરીને વ્યૂહાત્મક સુવિધાઓને મજબૂત કરવામાં આવી રહી છે. દેશમાં ઈંધણના વધેલા ભાવોના વિરોધમાં શરૂ થયેલું આંદોલન ટૂંક સમયમાં દેશના તમામ ભાગોમાં ફેલાઈ ગયું અને કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીથી આવતા વિડિયો ફૂટેજમાં પોલીસ અને વાહનો વિરોધીઓ વચ્ચે ભીડને નિયંત્રિત કરતા દર્શાવવામાં આવ્યા. માંગિસ્તાઉથી વિરોધ શરૂ થયો હતો. આ પ્રાંત તેલનું કેન્દ્ર છે, જ્યાં હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું. વિરોધને જાેતા રાષ્ટ્રપતિ ટોકાયવે, રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું, “સરકારી અને લશ્કરી કચેરીઓ પર હુમલા માટે બોલાવવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.” અમે પરસ્પર વિશ્વાસ અને સંવાદ ઈચ્છીએ છીએ, વિવાદ નહીં.કઝાકિસ્તાનની સરકારને તેલની કિંમતોમાં વધારો થવાને લઈને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં વિરોધ એટલી હદે વધ્યો છે કે સરકારે રાજીનામું આપવું પડ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. તેનો સમય ૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધીનો છે. વિરોધને જાેતાં દેશના રાષ્ટ્રપતિ કસીમ જાેમાર્ટ ટોકાયવે દેશની આર્થિક રાજધાની અલ્માટી અને મંગિસ્ટાઉમાં રાતે ૧૧થી સવારે ૭ સુધી કર્ફ્‌યૂ લગાવ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક જગ્યાઓએ પોલીસને ભીડનો ગુસ્સો શાંત કરવા માટે લાઠીચાર્જની સાથે અશ્રૂગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. કટોકટીની સ્થિતિમાં હથિયારો, દારૂગોળો અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે વાહનો સહિતની અવરજવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દેશવ્યાપી હંગામા સાથે જાેડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યા છે. આમાં કઝાકિસ્તાનના લોકો સેના અને પોલીસના વાહનોને રોકતા અને આગ લગાવતા સ્પષ્ટ જાેઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *