આણંદ
વિદ્યાનગર સ્થિત મીલસેંટ ઘરઘંટીના ૮થી ૧૦ વર્ષ ઉપરાંતથી કામ કરતા કેટલાક કર્મચારીઓને કાયમી નહીં કરાતા તેમજ મળવા પાત્ર લાભો અને અપૂરતા પગારને બાયો ચઢાવી છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા લેબર કમિશ્નરને રજૂઆતો કરાઈ હતી. જે બાબતે લેબર કમિશનર કચેરીના શ્રમ અધિકારી દ્વારા કંપનીની સામેની ફરિયાદ મુદ્દે સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યાં હાજર અસંતોષી કર્મચારીઓના અને કંપની મેનેજમેન્ટ ના નિવેદનો લેવામાં આવ્યા છે. આ બાબતે કર્મચારી ધ્રુવલ પટેલે જણાવાયું હતું કે, તેઓને રૂ.૧૮૦ બેઝિક તેમજ રૂ.૭૦ હાજરીના થઈ ૨૫૫ રૂપિયા રોજ આપવામાં આવે છે. પગાર કવરમાં રોકડમાં આપવામાં આવે છે. બોનસ ૩ હજારથી સાડાત્રણ હજાર જેટલું આપવામાં આવે છે. આ ઉપરાંત બળજબરી રીતે ઓવરટાઈમ કરાવવામાં આવે છે. તેમજ સરકારી નિયમ મુજબની પીએફ, મેફિકલ સહિતની કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. કર્મચારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમારે નોકરીનો સમય સવારે ૮.૩૦થી ૫.૦૦ કલાકનો છે, પરંતુ જાે હાજર થવામાં અડધા મિનિટથી લઈ એક મિનિટનો સમય પણ મોડા પડીએ તો પણ પગાર કાપ કરે છે. વળી આવું બે કે ત્રણ વાર થયા તો હાજરી બોનસની રકમ કપાઈ જાય એટલે બેઝિક પગાર મુજબ ૩૬૦૦ની આસપાસનો પગાર જ મળે. આ રકમમાં ઘર કેવી રીતે ચલાવીએ અને બીજા ખર્ચ કેવી રીતે કાઢીએ ? આ અંગે શ્રમ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના રજૂઆતના પગલે આ તપાસ આરંભાઈ હતી અને કંપનીને નોટિસ આપવામાંછે. આ તપાસમાં લેવામાં આવેલા નિવેદનો બાદ કંપનીને નોટિસ આપવા આવી છે. અને ફરિયાદમાં સત્યતા જણાશે તો લેબર કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, કંપની દ્વારા આ હોબાળાને લઈ મીડિયામાં કંપની સ્થળની સીધી ઓળખ છતી ન થાય તે માટે કંપનીની ઓળખવાળા નામ દર્શીત બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા.આણંદની સુવિખ્યાત ઘરઘંટી નિર્માતા કંપનીમાં કર્મચારી શોષણનો મુદ્દે ઘમાસાણ રચાયું છે. કંપનીના કેટલાક કર્મચારીઓએ લેબર કચેરીએ પહોંચી અધિકારીને કંપની દ્વારા શોષણના મુદ્દે રજૂઆતો કરી હતી. જે બાદ લેબર અધિકારી દ્વારા કર્મચારીઓના રજૂઆત મુદ્દે કંપનીએ તપાસ કરવા પહોંચતા સમગ્ર જીઆઇડીસીમાં ચકચાર મચી હતી.
