Gujarat

દાહોદમાં ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અક્માતમાં યુવકનું મોત

દાહોદ
દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર ગત રોજ રાત્રીના સમયે ગોધરા તરફ જતી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ સવાર ૧૯ વર્ષીય ઓમ મહેશભાઈ રાયચંદને માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટ્રક ચાલક ટ્રક મૂકી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકોએ દાહોદ શહેર પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો. પરિવારજનો તેમના પુત્રની મોતને લઈને રોષે ભરાયા હતા અને ગાડીમાં તોડફોડ પણ કરી હતી તેમજ સ્થિતિ વધુ વણશે નહી તે માટે નવનિયુક્ત એએસપી જગદીશ બાંગરવા, દાહોદ એલસીબી દાહોદ એસઓજીની ટીમોનો કાફલો ગોધરા રોડ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. એએસપી જગદીશ બાંગરવા દ્રારા પરિવારજનોને સમજાવી આશ્વાશન આપતા ટ્રકને ત્યાંથી ભારે જહેમત બાદ સ્ટાર્ટ કરી ઘટના સ્થળેથી હટાવી પોલીસ પ્રોટેક્શન વચ્ચે ટ્રકને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. મરણ જનાર યુવકના મૃતદેહને પીએમ માટે નજીકના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર ગતરોજ રાત્રીના સમયે એક ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમા ૧૯ વર્ષીય યુવકનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાયો હતો. જાેકે, ઘટના સ્થળ પર રોષે ભરાયેલા લોકોએ ટ્રકની તોડફોડ કરતા પોલીસ કાફલો ખડકાયો હતો.

ACCIDENT.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *