Gujarat

આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા સગર્ભાઓ માટે નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે નિયમિતપણે તપાસ કરાવવી આવશ્યક છે. કોરોના મહામારીના સંકટમાં ઇન્સ્ટિટયૂટ ઓફટિચીંગ અને રિસર્ચ આયુર્વેદ દ્વારા દર સોમવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦  અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ઓપીડી નં. ૭, આઈ.ટી.આર.એ. જામનગર ખાતે ૨૦-૪૦ વર્ષની સગર્ભા માતાઓ અને બાળકના સ્વાસ્થ્ય માટે તથા સરળતાથી સામાન્ય પ્રસુતિ થઈ જાય તે માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક કેમ્પમાં લોહી-પેશાબના રિપોર્ટ, સોનોગ્રાફી તથા દવા આપવામાં આવશે તેમ આર.એમ.ઓ આઇ.ટી.આર.એની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *