સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેમ નવા વેરીએન્ટ ઓમીક્રોન નો ખતરો વધતો જાય છે ત્યારે ભારત પણ આ ખતરા થી બાકાત રહ્યું નથી આ ખતરા થી બચવા કેન્દ્ર સરકાર દ્વારા ઠેર ઠેર રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જીલ્લા શાખાના સ્વામિનારાયણ સોસાયટી સ્થિત કાર્યાલય ખાતે અંધજનો ને કોરોના રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અંધજનો ને જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કોવે સીન આપવામાં આવી હતી રસી લેનાર તમામ અંધજનો ને સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભાર્ગવી નીનામા તેમજ વિશ્વ અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા પ્રમુખ અશોકભાઇ અજમેરા તેમજ અંધજન મંડળના કાર્યકરો ઉપસ્થિત રહી વેક્સિન લેનાર તમામ અંધજનો ને સાલ ઓઢાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

