Gujarat

માનવમંદિર ખાતે લાયન્સ કલબ સાવરકુંડલા દ્વારા  લાયન્સ કવેસ્ટ શિક્ષણ તાલીમ સેમિનાર આજથી તારીખ ૮ અને ૯ જાન્યુઆરી શની રવી બે દિવસ રહશે…

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–આ તાલીમમાં સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમનો લાભ અપાશે. આજે કાર્યક્રમની શુભ શરૂઆત  દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તેમાં પ.પુ.ભકિતરામબાપુ- માનવ મંદિર
યોગેશ પોટા સર(લાયન્સ તાલીમ ટ્રેનર )લાયન કરશન ડોબરીયા (પ્રેસિડેન્ટ) લાયન દેવચંદ કપોપરા(સેક્રેટરી)
લાયન કમલ શેલાર (વાઈસ પ્રેસિડેન્ટ)
લાયન દિપક બોધરા(ટ્રેઝરર) ,લાયન હિતેશ સરૈયાની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરવામાં આવી હતી. આમ તો શૈક્ષણિક સમાજમાં સામાજિક અને શૈક્ષણિક ચેતના માટે શિક્ષકજગત એક જાગતું મંચ ગણી શકાય. જો શિક્ષક સમુદાય તમામ લેટેસ્ટ માહિતી અને જ્ઞાનથી અપડેટ હશે તો દેશનાં સર્વતોમુખી વિકાસને કોઈ નહીં રોકી શકે એ પણ એટલું નિર્વિવાદ સત્ય છે. આમ પણ આ યુગ નોલેજ અર્થાત્ જ્ઞાનનો છે. અને એનાં સંવર્ધનનું કાર્ય શિક્ષક બંધુઓ સિવાય કોઈ ન કરી શકે એ ન્યાયે પણ આ અભિયાનમાં પ્રાથમિક શિક્ષકોની તાલીમ ખરેખર ખૂબ આવકાર્ય છે. આમ તો સરકારશ્રી એનાં રૂટીન મુજબ તાલીમ અને સેમિનારોનું આયોજન કરતી હોય છે. પરંતુ સામાજિક કાર્ય કરતી આવી સંસ્થાઓમાં એટલે કે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના દ્વારા જો આવું સત્કાર્ય થતું હોય તો તે ખૂબ જ આવકારદાયક અને પ્રસંશનીય પણ ગણી શકાય. આમ પણ સમાજનું નવનિર્માણ હમેશાં જ્ઞાન અર્ચન દ્વારા જ થતું ઈતિહાસમાં જોવા મળે છે.

IMG-20220108-WA0218.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *