Delhi

દેશના ૫ રાજ્યોનું ૭ તબક્કામાં મતદાન થશે

ન્યુદિલ્હી
ચૂંટણીપંચે શનિવારે ૫ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે જ ૧૦ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.કોરોનાની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ નહિ લગાડનારની એન્ટ્રી બંધ કરવામાં આવી શકે છે. જાેકે હજી કોઈ અંતિમ ર્નિણય લેવામાં આવ્યો નથી. એના માટે ગુરુવારે ઈલેક્શન કમિશન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં વધતા કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય સચિવે ઈલેક્શન કમિશનને દેશમાં કોવિડની સ્થિતિ વિશે માહિતી આપી હતી.ચૂંટણીપંચે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ વચ્ચે ૫ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. ૧૫ જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફત જ ચૂંટણીપ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં. મુખ્ય ચૂટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે દેશમાં ૫ રાજ્યની ૬૯૦ વિધાનસભા માટે ચૂંટણી યોજવામાં આવશે. ૧૮.૩૪ કરોડ મતદાતા ચૂંટણીમાં ભાગ લેશે. કોરોના વચ્ચે ચૂંટણી યોજવા માટે નવા પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. તમામ ચૂંટણીકર્મચારીઓને કોરોના વેક્સિનનો બન્ને ડોઝ લગાવાયા છે કે નહિ એ સુનિશ્ચિત કરાશે. જેમને પણ જરૂર પડશે તેમને ડોઝ આપવામાં આવશે. દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. દરેક પક્ષે તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે. ઉમેદવારે પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં દરેક ઉમેદવાર રૂ. ૪૦ લાખ સુધીનો ખર્ચ કરી શકશે. મણિપુર-ગોવામાં આ ખર્ચ સીમા ૨૮ લાખની રહેશે.કોરોના દરમિયાન ચૂંટણી પડકારજનક છે, નવા કોવિડ પ્રોટોકોલ લાગુ કરાશે. કોરોના સંક્રમિત પણ મતદાન કરી શકશે, દર્દીઓને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે. ૧૬ ટકા પોલિંગ બૂથ વધારવામાં આવશે. ૨.૧૫ લાખથી વધારે પોલિંગ સ્ટેશન બનશે. એક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ વોટર્સની સંખ્યા ૧૫૦૦થી ૧૨૫૦. ચૂંટણી ખર્ચની સીમા વધારવામાં આવી, મોટાં રાજ્યોમાં ઉમેદવાર રૂ. ૪૦ લાખ સુધીનો ખર્ચ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *