સુરત
કોરોના સંક્રમણની શરૂઆતના તબક્કામાં જે પ્રકારની સ્થિતિ જાેવા મળી હતી તેવું જ અત્યારે પણ લોકોની માનસિકતા દેખાય છે. વેક્સિન લેવા માટે લોકો પહેલાં તૈયાર થતા ન હતા પરંતુ હવે જાગૃતિ આવી છે અને લોકો વેક્સિન લેતા થયા છે. એ જ પ્રકારે અત્યારે પણ બાળકોને વેક્સિન આપવી કે કેમ તેને લઈને વાલીઓમાં મૂંઝવણ છે. અમે સતત વાલીઓને કહી રહ્યા છે કે ઝડપથી વેક્સિનેટ કરાવી દો, કારણ કે તે ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જાે બાળકે વેક્સિન લીધી હશે તો તે સુરક્ષિત થશે તેને કોઈ ના કારણે જે જાેખમ ઊભું થાય છે તે જાેખમ ઓછું થશે.કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ નાના બાળકો સંક્રમિત થતા હોવાનું સામે આવ્યું છે. સુરતના બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ગોટીએ કહ્યું કે, હાલ તાવ અને ગળાના દુખાવા સહિતની તકલીફો સાથે આવતા બાળકો પૈકીના ૫૦% બાળકો સંક્રમિત હોવાનું તારણ છે. કોરોનાની અંદર જે રીતે બાળકોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે તેને જાેતા હવે વાલીઓમાં પણ ચિંતા જાેવા મળી રહી છે. આ બાબતે સુરતના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર આશિષ ગોટી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. છેલ્લા દસ-બાર દિવસથી બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં સંક્રમિત થતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે હું જે રીતે બાળકોને તપાસી રહ્યો છું તે જાેતાં ૫૦ ટકા જેટલા બાળકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળી રહ્યું છે. રોજના પહેલાં ૩૦થી ૪૦ જેટલા બાળકો અલગ-અલગ ફરિયાદ લઈને આવતા હતા. અત્યારે લગભગ ૭૦ જેટલા બાળકો રોજ આવી રહ્યા છે. જે પૈકી નાક અને ગળાના ઇન્ફેક્શનના કેસો વધુ આવી રહ્યા છે જે કોરોનાના લક્ષણ પૈકીના છે. સામાન્ય રીતે અત્યારે પણ બાળકોની અંદર તાવ, શરીર દુખવું, શરદી, ખાંસી, નાકમાંથી પાણી ગળવું, થોડા મોટા બાળકોની અંદર માથાનો દુખાવો તેમજ તાવ સહિતના લક્ષણો જાેવા મળી રહ્યા છે. જાેકે આ વખતે બાળકોમાં ફેફસાંનું ઇન્ફેક્શન ખૂબ જ ઓછું જાેવા મળી રહ્યું છે. જેથી કરીને કોઈ પણ બાળક વધુ પડતું સિરિયસ થતું નથી અને વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂરિયાત પણ અત્યાર સુધી ખૂબ જ ઓછી પડી રહી છે. કોરોના સંક્રમણના બીજા તબક્કા વખતે જ અમે કહ્યું હતું કે ત્રીજા તબક્કામાં સૌથી વધુ બાળકો કોરોના સંક્રમિત થઈ શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે ઉભી થઇ. સ્કૂલ ખુલતાની સાથે જ બાળકોના કોરોના પોઝિટિવ આવવાના કેસો વધી ગયા છે. એક બાળક વર્ગખંડના અન્ય બાળકોને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી શકે છે. જાે બાળકો ઘરમાં રહેતો તેઓ સંક્રમિત પણ ઓછા થાય અને અન્ય લોકોને પણ સંક્રમિત ઓછા કરી શકે છે.


