ભરૂચ
ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે એવામાં ભરૂચમાં જુદી જુદી જગ્યાએથી બાઈક ચોરી કરનાર આરોપી સુનિલ રાજુભાઈને ભરૂચ એ ડીવીઝન પોલીસે ડબોચી લીધો હતો. આ આરોપીએ ભરૂચના નીલકંઠ નગર અને પાંચબત્તીથી સ્ટેશન રોડ સ્થિત હોંડાના શો રૂમની બાજુમાં ખુલ્લી જ્ગ્યામાં પાર્ક કરેલા બાઇક સહિત બે બાઇકોની ચોરી થઈ હતી. જ્યારે શ્રવણ ચોકડીથી મઢૂલી સર્કલ વચ્ચે આવેલા એ.પી.પેટ્રોલ પંપ પાસે રાહદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી એક ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ત્રણેય ગુનાઓ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ ગુનાઓ ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી તેમજ પોકેટ કોપ હ્યુમન ઇંન્ટેલીજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ભરૂચના મોફેસર જીન કમ્પાઉન્ડ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા રીઢો આરોપી સુનિલ રાજુભાઇને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી થયેલા ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
