નડિયાદ
ઠાસરા તાલુકાના આગરવા ગામની સીમમાં શીવપુરા નગરી પાસે ગઈકાલે શુક્રવારે ડાકોર પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આ દરમિયાન ડુંગની મુવાડી તરફના રોડ પર એક ઈકો કાર રોડની બાજુમાં ઊભી હતી અને તેની બાજુમાં એક વ્યક્તિ ઊભો હતો. પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ આ વ્યક્તિ કાર મૂકી ખેતરના રસ્તે ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસ આ વ્યક્તિને ઓળખી ગઈ હતી. પોલીસના સૂત્રો મુજબ આ ફરાર થયેલો વ્યક્તિ ઠાસરાના કોતરીયા ગામમાં રહેતો અને દારૂનો વેપલો કરતો ધર્મેન્દ્ર અશોક રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઇકો કાર નંબર (ય્ત્ન ૦૭ મ્દ્ગ ૧૪૭૬) કબ્જે લઇ તેમાં તલાશી લેતાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં અલગ અલગ માર્કાના ક્વોટર નંગ ૧૬૮૦ તથા અન્ય બીયર ટીન નંગ ૧૮૪ મળી કુલ રૂપિયા ૧ લાખ ૮૬ હજાર ૪૦૦નો ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૩ લાખ ૮૬ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા બુટલેગર ધર્મેન્દ્ર રાઠોડ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છેખેડા જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. રોજેરોજ દારૂ ઝડપાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ડાકોર પોલીસે ઠાસરાના આગરવા પાસેથી ઈકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બનાવમાં બુટલેગર પોલીસને જાેઈ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે રૂ. ૧.૮૬ લાખના વિદેશી દારૂ સાથે વાહન મળીને કુલ રૂપિયા ૩ લાખ ૮૬ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા બુટલેગર સામે ગુનો નોંધ્યો હતો.


