વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
અમરેલી જિલ્લામાં દારૂનું દુષણ નાબૂદ કરવા કડક અમલ ગેરકાયદેસર વેચાણ અને સેવન અટકાવવા માટે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી દારૂ ગાળવા માટે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેના ઉપર સફળ રેડ કરવામાં આવી હતી આ રેડ કરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેને લઇને સ્પેશિયલ સ્પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહીબીશન ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઈસમો સામે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવાની સફળતા મળી હતી આ રેડ દરમિયાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા અને દારૂ વેચાણની પ્રવૃત્તિ કરતા તેમજ કેફી પીણું પિતા કુલ ૪૯ આરોપીઓને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


