પાલનપુર
બનાસકાંઠા જિલ્લામા સપ્તાહના પ્રથમ દિવસે નવા ૧૯ કેસ આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા, જેમાં પાલનપુરમાં ૯ ડીસામાં ૫ વડગામમાં બે જ્યારે ભાભર દાંતીવાડા માં ૧-૧ કેસ નોંધાયા છે. જેને લઇ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૭૫ પર પહોંચી ગઈ છે જેમાં સૌથી વધુ પાલનપુરમાં ૪૦ અને ડીસામાં ૨૧ એક્ટિવ કેસ નોંધાયા છે. જે ગત વર્ષની જેમ બન્ને શહેરોજ હોટ સ્પોટ બનવા તરફ આગળ જઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે નવા કેસ આવ્યા છે તેમાં પાલનપુરમાં છ વર્ષની બાળકી, વડગામ તાલુકાની બસુ ગામની નવ વર્ષની બાળકી કોરોનામા સપડાઈ છે. એપેડેમીક ઓફીસર ડો. નરેશ ગર્ગ એ જણાવ્યું હતું કે” જિલ્લામાં ૨૧૨૪ આરટીપીસીઆર અને ૧૦૫૭ એન્ટીજન કીટ દ્વારા કુલ ૩૧૮૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં ૧૮ ધનવંતરી રથ હતા જે વધારીને હવે ૨૨ કરાયા છે. જેમાં ડીસામાં ૧૦ પાલનપુરમાં ૭ થરાદ થરા ભાભર અંબાજી દાંતીવાડામાં ૧-૧ મૂકવામાં આવ્યા છે.
