મહેસાણા,
મહેસાણા જિલ્લામાં મંગળવારે ૫૭ શહેરી અને ૫૧ ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૧૦૮ કેસ નોંધાયા હતા. સંક્રમિતોની તાલુકાવાર સ્થિતિ જાેઇએ તો, મહેસાણાના ૫૭, કડીના ૨૨, બહુચરાજીના ૧૨, વિજાપુરના ૮, ઊંઝાના ૩, ખેરાલુ-સતલાસણાના ૨-૨ તેમજ વિસનગર-જાેટાણાના ૧-૧ કેસ નોંધાયા હતા. જ્યારે સ્વસ્થ થયેલા ૧૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરાતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૩૬૧એ પહોંચી છે. વધતા કેસ સાથે આરોગ્ય વિભાગે મંગળવારે લીધેલા ૩૦૩૦ શંકાસ્પદ સેમ્પલ સાથે ૩૨૮૮ સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે. ખાનગી તબીબો કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટિંગ રીફર સ્લીપ આપશે મહેસાણા જિલ્લામાં કલેક્ટર ઉદિત અગ્રવાલ અને ડીડીઓ ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી કોરોનાના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ થાય તેવું નવતર આયોજન કરાયું છે. જેમાં પીળા કલરની સ્લીપ દરેક ખાનગી ડોક્ટરોને અપાશે. જેઓ શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટ કરવાનું સૂચન કરશે. આ પીળી સ્લીપમાં તારીખ, સમય, દર્દીનું નામ, સરનામું, ફોન નંબર, લક્ષણો, રીફર કરનાર ક્લિનિક, હોસ્પિટલ, એચઆરસીટી સેન્ટર અને ડોક્ટરનું નામ, મોબાઇલ નંબર સહિતની વિગતો છે. દર્દીની ટેસ્ટિંગ રીફર સ્લીપ દર્દીને આપી તેની ફોટો કોપી વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મોકલી આપશે. આ સ્લીપમાં દર્શાવેલ દર્દીને ટેસ્ટિંગ કરાવેલ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે અને આવા તમામ દર્દીઓને ટ્રિપલ ટીના માધ્યમથી સર્વેલન્સ કરી કોવિડ સંક્રમણ અટકાયતીની કામગીરી કરાશે.મહેસાણા જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ ૧૦૮ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૧૧ દિવસના કુલ કેસનો આંકડો ૩૯૨એ પહોંચ્યો છે. ૩૯૨ પૈકી ૨૩૦ શહેરી અને ૧૬૨ ગ્રામ્ય વિસ્તારના છે. એટલે કે અત્યાર સુધીમાં શહેરોમાં ૫૯% અને ગ્રામ્યમાં ૪૧% કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કુલ કેસો પૈકી ૫૧% સાથે ૧૯૯ કેસ મહેસાણા તાલુકાના છે. એમાં પણ કુલ પૈકી ૧૪૨ સંક્રમિતો મહેસાણા શહેરના છે. આ રેશિયો ૩૯%નો છે.
