Delhi

ઘુસણખોરીને નિષ્ફળ કરવા આપણા જવાનો તૈયાર ઃ સેના પ્રમુખ

નાવીદિલ્હી
પશ્ચિમ મોર્ચે જુદા જુદા લોન્ચ પેડ પર આતંકવાદીઓની સંખ્યામાં વધારો થયો છે અને વારંવાર અંકુશ રેખા પાસે ઘુસણખોરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘુસણખોરીના આ પ્રયાસો દુશ્મન દેશના મેલા ઈરાદાઓ વ્યક્ત કરે છે. સેના પ્રમુખે જણાવ્યું કે ચાર ડીસેમ્બરના રોજ નાગાલેંડના ઓટિંગમાં થયેલ દુઃખદાયક ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અમે ઓપરેશન દરમિયાન પણ આપના દેશવાસીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. નાગાલેંડ હત્યા કેસમાં તપાસના પરિણામોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જનરલ નરવણેએ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે પરિણામોના આધારે યોગ્ય અને સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નાગાલેંડના મોન જીલ્લામાં થયેલ ઘટનાને અફસોસજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે નાગાલેંડમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી વિરોધી ઓપરેશનમાં ‘ખોટી ઓળખ’ને લીધે ૧૪ સ્થાનિક લોકોને માર્યા હતા. બાદમાં થયેલ અથડામણમાં સુરક્ષા દળના એક જવાનનું પણ મોત થયું હતું. ઘટના મ્યાંમાર સરહદ પાસે નાગાલેંડના મોન જિલ્લાના ઓટિંગ ગામમાં થઇ હતી.ભારત ચીન વચ્ચે બુધવારે ચાલી રહેલ ૧૪માં તબક્કાની સૈન્ય ચર્ચા દરમિયાન સેનાપ્રમુખ એમ.એમ નરવણેએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી. મીડિયા સાથે વાત કરતા સેના પ્રમુખે દેશની સરહદોની હાલની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે કોર કમાન્ડર સ્તરની ૧૪મી ચર્ચા ચાલી રહી છે અને મને આશા છે કે આવનાર દિવસોમાં તેમાં પ્રગતિ આવશે. જાેકે, આંશિક રૂપે ડિસએન્ગેજમેન્ટ થયું છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. સેના પ્રમુખે જણાવ્યું કે ગત વર્ષે જાન્યુઆરીથી, આપની ઉત્તર અને પશ્ચિમ સરહદો પર સકારાત્મક વિકાસ થયો છે. ઉત્તર સરહદે, આપણે એક સાથે વાતચીતના માધ્યમથી ઉચ્ચતમ સ્તરે પરિચાલન તૈયારીઓ જાળવી રાખવામાં આવી રહી છે.

M-M-Narvane.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *