Delhi

ભારતે ૨૦૨૨ના અંડર-૧૯ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી

નવીદિલ્હી
ભારતીય ટીમ ૨૩૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરેલા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમે માત્ર ૧૧ રનના સ્કોર પર પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શેખ રશીદ અને સુકાની યશ ધુલે ઈનિંગને સંભાળી લીધી અને ત્રીજી વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી કરી. રાશિદ ૫૪ બોલમાં ૩૧ રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી યશે નિશાંત સિંધુ, રાજ બાવા અને કૌશલ તાંબે સાથે નાની પણ મહત્વની ભાગીદારી રમી અને ટીમનો સ્કોર ૨૦૦ની પાર પહોંચાડ્યો. જાેકે, કેપ્ટન યશના રનઆઉટ બાદ આખી ટીમ ૪૬.૫ ઓવરમાં ૨૩૨ રનમાં જ સમેટાઈ ગઈ હતી. યશ ધૂલે કેપ્ટનશિપની ઇનિંગ રમ્યો ભારત તરફથી કેપ્ટન યશ ધુલે સૌથી વધુ ૮૨ રન બનાવ્યા હતા. આ સાથે જ નિશાંત સિંધુ ૨૭ રન, રાજ બાવા ૧૩ રન અને કૌશલ તાંબે ૩૫ રન બનાવી શક્યા હતા. ટીમ ઈન્ડિયાના છ બેટ્‌સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. તેમાં અંગક્રિશ રઘુવંશી (૫), હરનૂર સિંહ (૧), દિનેશ બાના (૭), વિકી ઓસ્તવાલ (૯), રાજવર્ધન હંગરગેકર (૦) અને રવિ કુમાર (૦) નો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા તરફથી મેથ્યુ બોસ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય એફિવ નિઆંદા અને ડેવાલ્ડ બ્રેવિસને બે-બે વિકેટ મળી હતી. લિયામ એલ્ડર અને મિકી કોપલેન્ડને એક-એક વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી ૨૩૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને પહેલી જ ઓવરમાં જ શૂન્યના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. ભારત માટે રાજવર્ધન હંગરગેકરે મેડન ઓવરમાં જાેન કનિંગહામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ વેલેન્ટિન કિટાઇમ અને ડેવાલ્ડ બ્રેવિસે બીજી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી નોંધાવી હતી.ભારતે ૨૦૨૨ના અંડર-૧૯ વર્લ્‌ડ કપની શરૂઆત જીત સાથે કરી હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ૪૫ રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ૪૬.૫ ઓવરમાં ૨૩૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૪૫.૪ ઓવરમાં ૧૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન યશ ધુલ અને સ્પિનર વિકી ઓસ્તવાલ ટીમ ઈન્ડિયાની જીતના મુખ્ય હીરો હતા. કેપ્ટન યશ ધુલે ૮૨ રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિકીએ સારી બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *