Gujarat

આ રાજકીય કુરુક્ષેત્રમાં આખરે તો લોકહિત જ સર્વોપરી છે એ બોધપાઠ આજે લેવા જેવો આ શ્રેષ્ઠ સમય છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક વાત તો ચોક્કસ છે કે આમ અચાનક આમ આદમી પાર્ટીનાં મોટા ગજાના રાજકીય મહાનુભાવોનું આમ આદમી પાર્ટી તરફથી મોં ફેરવવું થોડું આશ્ર્ચર્ય જનક તો અવશ્ય લાગે કર્ણોપકર્ણ થતી વાતોમાં વિવિધ અટકળો થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ અત્યાર સુધી એ પાર્ટીમાં રહ્યાં હોય, કેન્દ્રીય કક્ષાના રાજકીય નેતાઓએ પણ મુલાકાત લીધી હોય અને અચાનક એવું તે શુ બને કે પાર્ટી તરફથી મોં ફેરવવાનો વારો હવે.!!હશે આ તો રાજરમત કહેવાય સામાન્ય માણસનું આ વાતને સજવાનું ગજું પણ ન હોય શકે. હા, આના પડઘા આમજનતામાં કેવા પડે છે એ તો આવતો સમય જ કહેશે. અહીં સાવરકુંડલા શહેરમાં પણ ચર્ચાએ તો એવું જોર પકડયું છે કે હવે પરિસ્થિતિ કપરી છે. કદાચ સત્તાને પણ સલામ હોય શકે.. જે હોય તે પરંતુ એક વાત તો નિર્વિવાદ છે કે હવે રાજકારણ ખરેખર વિશુદ્ધ છે કે કેમ? તે પણ સ્યંમને  પૂછવા જેવો સવાલ તો છે જ. આમ તો એમ કહેવાય છે કે ઊગતાં સૂર્યને લોકો સદાય પૂજે છે. આથમતાં સૂર્ય પછી તો ઘોર અંધકાર જ જોવા મળે છે. જે હોય તે રાજકીય પરિપેક્ષ હવે ક્યારે કઈ દિશા પકડે એ સ્યંમ ઈશ્ર્વર ને પણ ખ્યાલ નહી હોય.!! બદલાતાં જીવન મૂલ્યો, સત્તા અને સ્વાર્થ કાજે અહીં સઘળું શક્ય છે. કાલે જે એક પક્ષમાં હોય કદાચ આવતાં દિવસોમાં અન્ય પક્ષમાં પણ સામેલ થતાં જોવા મળી શકે છે!!  આ નિરંતર બાંધછોડની પ્રક્રિયા બાદ લોકો પણ સાચાં રાજકીય નેતાને ખોળવા અવઢવમાં જ જોવા મળે છે. કોઈ વિદ્યાર્થી નેતા એમ કહે છે કે આ રાજકીય હોદો સંભાળ્યા પછી અભ્યાસ પર પણ એની વિઘાતક અસર પડે છે. એટલે હવે રાજીખુશીથી રાજીનામું..!!
  પરંતુ આ બાબત તો હોદો ગ્રહણ કર્યા પહેલાં જ પરિપકવતાથી વિચારવાની હોય છે અને રાજકીય ક્ષેત્ર યુધ્ધના મેદાનથી જરપણ કમ નથી હા યુધ્ધના મેદાનમાં વ્યક્તિ દુશમન દેશના ફૌજીઓ સામે લડતો જોવા મળે છે. પરંતુ આ રાજકીય ક્ષેત્રમાં તો સામેવાળા પણ એ જ  દેશના નાગરિકો જ હોય છે..!ખૈર વાત તો આપણાં આઝાદી કાળ માટે બલિદાન આપનારા એ તમામ લોકોની છે. જેણે પોતાનું વ્યક્તિગત ટૂંકું હિત નહીં વિચારતાં દેશહિત કાજે પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું હતું. હમણાં જ ૨૩ મી જાન્યુઆરી આવી રહી છે. દેશ માટે ફના થનાર એ સુભાષ ચંદ્ર બોઝ ને કેમ ભૂલી શકાય? સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકાય તેવી ટોપ લેવલની નોકરીને દેશને આઝાદી અપાવવા માટે ઠોકર મારી.!! દર-બ-દરની ઠોકરો ખાધી. આજે પણ તેનું મૃત્યુ એક રહસ્ય છે.!! સાંપ્રત સત્તાધીશો પણ એ મૃત્યુનાં રહસ્યનો પર્દાફાશ નથી કરી શક્યા..!! દેશપ્રેમથી પૂર્ણ સભર એ મૂલ્યોનું આજે જતન કરવાનો સમય છે. હા, એ ફોરવર્ડ બ્લોક પાર્ટીની આજે શી સ્થિતિ છે તે પણ આપણી સૌની સમક્ષ છે. આજે તો પ્રસ્તુત રાજકીય પરિપેક્ષમાં આપણાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એ વાત ચોક્કસ યાદ આવે છે કે સત્તા તો આવે ને જાય પરંતુ જીવન મૂલ્યો, આદર્શો અને સિધ્ધાંત ન બદલાય.. આ તો અમુક  રાજકીય ડામાડોળ પરિસ્થિતિમાં આ બોધપાઠ અવશ્ય લેવા જેવો ખરો… અંતે તો લોકહિત જ સર્વસ્વ છે.. બાકી હરિ હરિ…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *