કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ ની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલ આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ની કામગીરી જોરસોર થી ચાલી રહી છે. જેમાં આજરોજ બુધવાર ના દિવસે ઇન્ડસ્ટ્રી જોન હોવાથી મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ આં કામગીરી નો લાભ લીધો હતો. બંને ગ્રામ પંચાયત પર સવાર થીજ શ્રમીકો આયુષ્માન કાર્ડ અને શ્રમ કઢાવવા માટે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન સાથે લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સરપંચ દ્વારા શાપર-વેરાવળ ના રહીશો વધુમા માં આં યોજના નો લાભ લે તેવું જણાવ્યું હતું.અહીંયા દરરોજ મોટી સંખ્યા માં લાભાર્થીઓ આં યોજના લાભ લય રહ્યા છે.હાલ શાપર-વેરાવળ ની બંને ગ્રામ પંચાયત કચેરી ખાતે આયુષ્માન કાર્ડ અને શ્રમ કાર્ડ કઢાવવા માટે નો કેમ્પ દરરોજ ચાલુ રખાયો છે.
*રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.*


