International

અભિનેત્રી પ્રિયંકા ચોપરા મા બની ગઈ

અમેરિકા
પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક રહી છે. તે એક સમયે ફિલ્મો માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. તેને તેના શાનદાર અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.૨૦૧૬માં ભારત સરકારે પ્રિયંકા ચોપરાને પદ્મશ્રીથી સન્માનિત કરી છે અને ટાઇમ મેગેઝિને તેણીને વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું છે જયારે ફોર્બ્સે તેને વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન આપ્યું છે. વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્‌ડ બન્યા બાદ પ્રિયંકા ચોપરાએ તમિલ ફિલ્મ થામિઝાન (૨૦૦૨)થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણીએ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય (૨૦૦૩)થી બોલીવુડમાં પ્રવેશ કર્યો. વર્ષ ૨૦૦૩માં પ્રિયંકા ચોપરાની ફિલ્મ અંદાજ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ ૨૦૦૩માં આવેલી ફિલ્મ મુઝસે શાદી કરોગી, ૨૦૦૪માં આવેલી થ્રિલર ફિલ્મ એતરાઝ માટે પણ તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.આ પછી પ્રિયંકા ચોપરાએ ૨૦૦૬માં ડોન અને ૨૦૦૮માં ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીએ ફેશન ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાયેલી મોડલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.બોલિવૂડમાં પગ મૂક્યા બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાના અભિનય દ્વારા નામ કમાવ્યું હતું. ખાસ કરીને ૨૦૨૧માં ધ વ્હાઇટ ટાઇગર અને સાયન્સ ફિક્શન ધ મેટ્રિક્સ રીગ્રેશન્સમાં તેના અભિનયના ખુબ જ વખાણ થયા. પ્રિયંકા ચોપરાએ પર્યાવરણ અને મહિલાઓના અધિકારો જેવા સામાજિક મુદ્દાઓ માટે પણ કામ કર્યું છે. તેણે ૨૦૦૬થી યુનિસેફ સાથે કામ કર્યું છે અને ૨૦૧૦ અને ૨૦૧૬માં બાળ અધિકારો માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. સરોગસી દ્વારા બાળકનો જન્મ થયો છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકન સિંગર નિક જાેનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરા વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્‌ડનો ખિતાબ પણ જીતી ચૂકી છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. અમે આદરપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ ખાસ સમય દરમિયાન અમારી ગોપનીયતાની કાળજી રાખવામાં આવે, અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આભાર’ વર્ષ ૨૦૧૮માં નિક જાેનાસ સાથે રાજસ્થાનમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા મોટાભાગનો સમય અમેરિકામાં તેના પતિ સાથે રહે છે.

Priyanka-Chopra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *