Delhi

દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજાેશમાં

નવીદિલ્હી
દેશમાં કોરોનાના ૩,૩૭,૭૦૪ નવા કેસ નોંધાયા છે અને ૪૮૮ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે દેશમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૨૧,૧૩,૩૬૫ થઈ ગઈ છે, જે કુલ કેસના ૫.૪૩ ટકા છે.જ્યારે રિકવરી રેટ ૯૩.૩૧ ટકા પર પહોંચ્યો છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૨,૬૭૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ આંકડો ૩,૬૩,૦૧,૪૮૨ પર પહોંચ્યો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૧૦,૦૫૦ કેસ મળી આવ્યા છે, જેમાં સોમવારની સરખામણીમાં ૩.૬૯ ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા રાજ્યોને રસીના ૧૬૦.૫૮ કરોડ થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં કોવિડ-૧૯ રસીના ૧૨.૭૯ કરોડ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનું સંચાલન થવાનુ છે. છૈંૈંસ્જીના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ.નીરજે જણાવ્યુ છે કે રસીકરણથી દેશને ફાયદો થયો છે. રસીકરણને કારણે ઓમિક્રોન વેરિઅન્ટ હળવા લક્ષણોવાળું સાબિત થયુ છે. ઘણા રાજ્યોમાંથી મળેલા આંકડાઓથી એ વાતની પુષ્ટિ થઈ છે કે જેમણે રસી લીધી ન હતી તેમને કોરોનાએ ગંભીર રીતે અસર કરી છે. જાે કે, જે રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે, ત્યાં તેમણે કામગીરી વધારવા સૂચના આપી છે.દેશમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૬૧.૧૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. કોવિડ -૧૯ ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં ૭૧.૩૪ કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૬૦,૯૫૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Vaccination-India-Deferent-States-and-Deferent-Plases.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *