ગાંધીનગર
ગાંધીનગરનાં શેરથા ટોલટેક્ષ હાઇવે રોડ પર અડાલજ પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એ દરમિયાન શર્મા ટ્રાવેલ્સની રાજસ્થાન પાસિંગની લકઝરી બસને ઈશારો કરીને સાઈડમાં ઉભી રખાઈ હતી. બાદમાં બસના ડ્રાઈવર કંડકટરને સાથે રાખીને પોલીસે પેસેન્જરોનાં સામાનની તલાશી લીધી હતી. જાેકે, પેસેન્જરો પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી. બાદમાં બસની ડેકી ખોલાવીને તલાશી લેવામાં આવી રહી હતી. એ દરમિયાન પ્લાસ્ટિકનાં મીણીયાંમાં વીંટાળેલ છ પાર્સલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જે ખોલીને ચેક કરવામાં આવતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરનાં ટીનનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ડ્રાઈવર કંડકટરની પોલીસે પૂછતાંછ કરતાં બિકાનેરથી જયશ્રી કાર્ગો ટ્રાન્સપોર્ટનાં રાધેશ્યામે મોકલી આપ્યું હતું. જેને અમદાવાદનો સોનુસીંગ નામનો ઈસમ ફોન કરીને લેવા આવવાનો હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે રૂ. ૧.૭૩ લાખનો દારૃનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા અમદાવાદ હાઇવે પરના અડાલજ શેરથા ટોલટેક્ષ પાસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની લકઝરી બસમાંથી છ પાર્સલમાં ભરેલો ૨૦૩ નંગ દારૂ અને બિયરનો જથ્થો અડાલજ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ૧.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.


