Gujarat

વડોદરામાં દારૂડિયા પતિથી કંટાળીને મહિલાએ પતિને પોલીસ હવાલે કર્યો

વડોદરા
વડોદરામાં બે મહિલાઓએ તેમના દારૂડિયા પતિથી કંટાળીને પોલીસને ફોન કરી પકડાવી દીધાની ઘટના ફરી એકવાર સામે આવી છે. પોલીસે બંને કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મકરપુરા વિસ્તારની એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે, માણેજા શિવબાનગરમાં મારા પતિ દારૂ પીને ધમાલ કરે છે. જેને આધારે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે દારૂના નશાની હાલતમાં મહિલાના પતિ રમેશકુમાર શ્રીરામઆશીષની ધરપકડ કરી હતી. બીજી તરફ શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે, દારૂ પીને મારા મારી છે. જેને આધારે શી ટીમ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નાશાની હાલતમાં કિશોરભાઇ ગુલાબસિંગ ઠાકોરની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ શહેરના સમા અને સયાજીગંજ વિસ્તારમાં બે મહિલાઓએ તેમના દારૂડિયા પતિને પોલીસમાં ઝડપાવી દીધા હતા.

Alcoholic-husband.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *