સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ ૨૧ ના રોજ નેસડી મૂકામે રાતે ખોડલધામ યુવા ગ્રૂપ દ્વારા મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ જેમાં ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ મોવલિયા તેમજ જીલ્લા કન્વીનર રમેશભાઈ કાથરોટિયા તેમજ જીલ્લા ટીમ હાજર રહેલ. જેમાં આજે રાત્રે ટ્રસ્ટી શ્રી વસંતભાઇ દ્વારા શ્રી દેવચંદભાઈ કાપોપરાને સાવરકુંડલા તાલુકા ખોડલધામના પ્રમુખ જાહેર કરેલ છે. શ્રી કરશનભાઈ ડોબરીયાને સાવરકુંડલા તાલુકા ખોડલ ધામ સમાધાન પંચના પ્રમુખ જાહેર કરેલ છે. શ્રી નિકુંજ જયાણીને શ્રી ખોડલધામ યુવા ગ્રુપ સાવર કુંડલાના પ્રમુખ જાહેર કરેલ છે. શ્રી પાર્થ સુતરીયાને શ્રી ખોડલધામ યુવાગ્રુપ સાવરકુંડલાના ઉપપ્રમુખ જાહેર કરેલ છે. તમામ પ્રમુખોને અનેક વિસ્તારોમાંથી શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.


