ગત 13 તારીખના રોજ ન.પા. પ્રમુખ પદની ચૂંટણીમાં કર્યો હતો.. વ્હિપ નો અનાદર ….
જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા પ્રમુખ પદ માટેની સભા ગત તારીખ 13 જાન્યુઆરી ના રોજ નગરપાલિકા વંથલી ખાતે મળી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવેલ હતી.જે વ્હીપ મુજબ પ્રમુખ તરીકે લીનાબેન કિર્તીભાઇ ત્રાંબડીયા ની તરફેણમાં મત કરવા પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવેલી હતી.જેમાં નગરપાલિકા વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટી ના નિશાન પર ચૂંટાયેલા પ્રમોદભાઈ આલાભાઈ વાણવી અને જાંજીબેન રૂડાભાઈ હુણ દ્વારા 13 તારીખે યોજાયેલી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પાર્ટી વિરૂદ્ધ મતદાન કરી બંને સદસ્યોએ પાર્ટીની વ્હીપ નો અનાદર કર્યો હતો.તેને લઈ શહેર પ્રમુખ દ્વારા પાર્ટીમાં ફરિયાદ કરાઈ હતી.જેને ધ્યાને લઇ બંને સદસ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના સામાન્ય સભ્યપદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી
