Gujarat

સુરેન્દ્રનગરના પાટડીમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે મારામારી

સુરેન્દ્રનગર
પાટડી પોલીસ મથકના ચોપડે નોંધાયેલી પોલિસ ફરિયાદથી પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી સબીરભાઈ પઢિયારના જણાવ્યા મુજબ સબીરભાઈના મોટાભાઈ અશરફભાઈનો પુત્ર સિકંદર પાટડી બાજપાઈનગરમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. જે વાતની જાણ યુવતીના ઘરે થઈ જતા બધાને માફી માંગવાનુ અને જાહેરમાં થપ્પડ મારવાનું કહ્યું હતુ. જે વાતની ના પાડતા મનદુઃખ રાખી ઘેર આવી ધોકા, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મોહમ્મદ રફીકને ડાબા પડખાના ભાગે છરીના ઘા વાગતા ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ અમદાવાદ સોલા સિવિલ ખાતે ખસેડાયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાટડી પોલીસે પાટડીના બાજપેઈનગરમાં રહેતા રેશમાબાનુ અલ્તાફભાઈ, સિમરનબેન ઈમરાનખાન, તનજીલાબાનુ, ઈમરાનખાન તાલીમહુસેન, સાહીદભાઈ તાલીબહુશેન, રહીમાબેન તાલીબહુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સામે ઇમરાનખાન ગોરીની ફરિયાદમાં તેમની ભાણીને અશરફભાઈનો પુત્ર સિકંદર હેરાન કરતો હતો. જેનો ઠપકો આપ્યો હોવાનુ મનદુઃખ રાખી મહમંદ રફીકે તનજીલાબાનુને વેપારી વાસમાં આવ્યા તે સમયે તારે આ બાજુ નહીં આવવાનું અને આવીશ તો પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપતા તેમના ઘેર સમજાવવા માટે ગયા હતા. પરંતુ સામા પક્ષે ઉશ્કેરાઈ જઇ ધારિયા,પાઈપ અને એરગન વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા બાદ શહેનાજબેન, સબીરભાઈ વલીભાઈ, રસુલભાઇ વલીભાઈ તથા મહમંદ રફીક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના પાટકીમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતુ. આ ધીંગાણામાં ઇજાગ્રસ્ત થયેલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ તથા સોલા સિવીલમાં ખસેડાયા હતા. આ અંગે ૧૦ લોકો સામે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *