Gujarat

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બાંધકામ સમિતિની બેઠક મળી

પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતાં હોસ્પિટલ મેનેજમેન્ટ,ટીચિગ સ્ટાફ કવૉટસૅ અને આકિટેક ભવનનાં રિનોવેશન નાં કામો ની ચચૉ દરમિયાન ઉપરોક્ત કામો હાલમાં પ્રગતિ હેઠળ હોવાનું એન્જિનિયર વિપુલભાઈ સાડેસરા એ જણાવ્યું હતું.જ્યારે પૂર્ણ થયેલાં કામો નાં ટુંક સમયમાં પ્રારંભ બાબતે આ બેઠકમાં ચર્ચા વિચારણાના કરવામાં આવી હતી. યુનિવર્સિટી ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં કુલપતિ ડો.જે જે વોરા કાર્યકારી રજિસ્ટ્રાર ડો.ડી એમ પટેલ, ઇન્ચાર્જ હિસાબી અધિકારી ડો.કે.કે પટેલ યુનિવર્સિટી એન્જિનિયર વિપુલભાઈ સાડેસરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કુલપતિ અધ્યક્ષ સ્થાને સોમવારના રોજ યુનિવર્સિટી બાંધકામ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં યુનિવર્સિટીમાં ચાલતા બાંધકામ નાં કામો સહિતનાં રૂટીગ કામો બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *