Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કપાસ, કોટન, સીપીઓમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ, રબર, નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 95 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 192 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 88 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,947 સોદાઓમાં કુલ રૂ.13,767.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 95 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 192 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 88 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 62,166 સોદાઓમાં કુલ રૂ.5,860.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,323ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,600 અને નીચામાં રૂ.48,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 વધી રૂ.48,489ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.38,733 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.4,814ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,553 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,990 અને નીચામાં રૂ.64,427 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.272 ઘટી રૂ.64,534 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.246 ઘટી રૂ.64,746 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.257 ઘટી રૂ.64,740 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 16,454 સોદાઓમાં રૂ.3,531.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.238.25 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.15 ઘટી રૂ.295ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.65 ઘટી રૂ.745.95 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.58.5 ઘટી રૂ.1,761.50 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 20,217 સોદાઓમાં કુલ રૂ.1,435.68 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,415 અને નીચામાં રૂ.6,321 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.6,348 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.60 ઘટી રૂ.293.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,479 સોદાઓમાં રૂ.301.71 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,971ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1971 અને નીચામાં રૂ.1971 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.50 વધી રૂ.1,971 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.15,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.15,740 અને નીચામાં રૂ.15,400 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.251 ઘટી રૂ.15,637ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1180 અને નીચામાં રૂ.1175 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.30 વધી રૂ.1178.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17 ઘટી રૂ.968.60 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.130 વધી રૂ.36,190 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 18,494 સોદાઓમાં રૂ.4,258.67 કરોડનાં 8,781.382 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,672 સોદાઓમાં કુલ રૂ.1,602.20 કરોડનાં 247.014 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,885 સોદાઓમાં રૂ.942.09 કરોડનાં 14,78,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 10,332 સોદાઓમાં રૂ.493.59 કરોડનાં 1,74,02,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,585 સોદાઓમાં રૂ.266.52 કરોડનાં 73025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 848 સોદાઓમાં રૂ.33.91 કરોડનાં 343.8 ટન, રબરના વાયદાઓમાં 43 સોદાઓમાં રૂ.0.89 કરોડનાં 56 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ..35 કરોડનાં 30 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,777.712 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 429.663 ટન, ક્રૂડ તેલમાં 9,60,300 બેરલ અને નેચરલ ગેસમાં 1,32,93,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 201500 ગાંસડી, મેન્થા તેલમાં 442.44 ટન, રબરમાં 58 ટન, સીપીઓમાં 34,540 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,419 સોદાઓમાં રૂ.126.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 428 સોદાઓમાં રૂ.32.26 કરોડનાં 449 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 904 સોદાઓમાં રૂ.87.43 કરોડનાં 957 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 87 સોદામાં રૂ.6.74 કરોડનાં 87 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,116 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,448 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 180 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,302ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,397 અને નીચામાં 14,302ના સ્તરને સ્પર્શી, 95 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 28 પોઈન્ટ વધી 14,352ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,310ના સ્તરે ખૂલી, 192 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 206 પોઈન્ટ ઘટી 18,198ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,136ના સ્તરે ખૂલી, 88 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 7 પોઈન્ટ સુધરી 6,183 થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 24,212 સોદાઓમાં રૂ.2,510.94 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.582.94 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.54.02 કરોડ અને બિનલોહ ધાતુઓમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.57 લાખનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના કોલ અને પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.1,852.10 કરો અને નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.21.31 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *