Gujarat

અમદાવાદમાં વધુ એક સગીરે ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કનૈયાલાલ પાટીલના પોતાના પરિવાર સાથે ઉત્તરાખંડ ગયા હતા પરંતુ તેમનો ૧૭ વર્ષનો દીકરો ઘરે જ હતો. ગઈકાલે સાંજે ૧૭ વર્ષીય સગીરે ગળે ફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જે મામલે આસપાસના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું છે કે સગીરને તેની સાથે જ સ્કૂલમાં ભણતી સગીરા સાથે એક તરફી પ્રેમ હતો જે અંગે તેના પિતાએ ગત અથ અઠવાડિયે ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરને લાગી આવતા સગીરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર ઉત્તરાખંડથી અમદાવાદ આવવા રવાના થયો છે.રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય પોલીસપુત્રએ એક તરફી થયેલ પ્રેમ બાબતે પિતાએ ઠપકો આપતા ઘરમાં ન ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘરમાં કોઈ ના હોવાથી સગીરે આપઘાત કર્યો હતો જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પરિવાર ઘરે ના હોવાથી પોલીસે પરિવારને જાણ કરી છે.

17-year-old-policeman-committed-suicide.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *