ઉના વાંસોજ ગામના યુવાન સ્વ. અલ્પેશભાઈ કામળીયા આહીરને શ્રદ્ધાંજલિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. અલ્પેશભાઈ કામળીયાનું થોડા સમય પેહેલા રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતું. તેમની ઉત્તરક્રિયાના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાની દિવ્ય જ્યોતિ વોલન્ટરી બલ્ડ બેંકના ટેકનીશીયન લાદાણી હસમુખભાઈ, ગોંડલીયા મનોજભાઈ, ચૌહાણ ભાર્ગવભાઈ તેમજ બાંભણીયા રાજુભાઈના સહયોગથી આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં વાંસોજ ગામના જાગૃત યુવાનો તેમજ મહિલાઓ સહીત ૪૦ થી ૫૦ યુનિટ (બોટલ )રક્તદાન એકત્ર કરવામાં આવેલ હતું.


