દાહોદ
દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગામે રહેતા કાંતાબેન અશોકભાઈ બારીઆ અને શાંતાબેન ધનાભાઈ બારીઆના મકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. ઉપરોક્ત બંને મહિલાઓ પોલીસને જાેઈ નાસી ગઈ હતી. પોલીસે ઉપરોક્ત બંન્ને મહિલાઓના મકાનમાં તલાશી લેતાં બંને મકાનોમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ ૭૯૦ કિંમત રૂપિયા ૧ લાખ ૧૪ હજાર ૫૫૦નો પ્રોહિબીટેડ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સંબંધે એલસીબી પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગામે દાહોદ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બે મકાનમાં ઓચિંતી રેડ પાડતાં મકાનમાંથી રૂપિયા ૧ લાખ ૧૪ હજાર ૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે ફરાર બે મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
