Maharashtra

બિગ બોસના સ્ટેજ પર શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુકલાને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે

મુંબઈ
બિગ બોસ દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જાેડી બની હતી. બંને એકબીજાની નજીક હતા. આ શો દરમિયાન બંને વચ્ચેની કેમેસ્ટ્રી તેની સૌથી મોટી હાઈપ હતી. શો પછી પણ બંને એકબીજાની નજીક રહ્યા કારણ કે એવા અહેવાલ હતા કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ અચાનક સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું. જૈઙ્ઘ-હટ્ઠટ્ઠડની જાેડી અલગ થઈ ગઈ. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમની ઉંમર માત્ર ૪૦ વર્ષની હતી. આ જાેડી બિગ બોસ ૧૩માં જાેવા મળી હતી. આવતીકાલે, બિગ બોસ ફિનાલે કલર્સ ટીવી અને વુટ પર ટેલિકાસ્ટ થશે. આમાં ઘણા મોટા સેલેબ્સ પણ ભાગ લેશે. બિગ બોસ ૧૫નો વિજેતા કોણ હશે તે તો આવતીકાલે જ ખબર પડશે પરંતુ તમામની નજર શહનાઝના આ ખાસ પરફોર્મન્સ પર ટકેલી છે.શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચેનું બોન્ડિંગ દરેક લોકોને પસંદ હતુ. દરેક લોકો આ કપલના દિવાના હતા. બિગ બોસથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરી શોની બહાર પણ ચાલુ હતી પરંતુ સિદ્ધાર્થ શુક્લાના અકાળ અવસાન પછી આ જાેડી તુટી ગઈ હતી. તેમ છતાં શહનાઝ સિદ્ધાર્થને ભૂલી નથી. તેણે ગયા વર્ષે સિદ્ધાર્થ માટે એક ગીત રજૂ કર્યું હતું અને હવે તે બોગ બોસના સ્ટેજ પર તે જ ગીત પર પરફોર્મ કરશે. આ સાથે તે સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ પણ આપશે. કલર્સે તેના સોશિયલ મીડિયા પર એક પ્રોમો વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં દરેક લોકો ભાવુક થવાના છે. તેનો પ્રોમો વીડિયો જાેઈને ચાહકો ઉત્સાહિત છે. કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો વીડિયો શેર કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા પણ શહનાઝે આ ગીત દ્વારા યુટ્યુબ પર ટ્રિબ્યુટ આપી હતી. આ વીડિયોને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ વીડિયોએ દરેકને ભાવુક કરી દીધા હતા. દરેકને ફરી એકવાર આ જાેડીની બોન્ડિંગ અનુભવવાનો મોકો મળ્યો. સિદ્ધાર્થ ટીવી જગતનો મોટો સ્ટાર હતો અને સાથે જ તે બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. તેણે વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં કામ કર્યું હતું. જેમાં તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *